ભાસ્કર વિશેષ:કાલોલ તાલુકાના જંત્રાલના ઋષિકૂળ આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉત્સવમાં ભક્તો ભાવવિભોર બન્યાં

લીમખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો દ્વારા થઇ રહેલી સેવાકીય પ્રવૃત્તિથી ગુરુભકતો અભિભૂત થયા હતા

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના જંત્રાલ ગામમાં છ ગુરુજનોની ગાદી તેમના અનુયાયીઓ માટે અતિ મહત્વનું સ્થાન ધરાવે છે.ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે મોટાભાગના અનુયાયીઓ જંત્રાલ મુકામે શ્રદ્ધા ભક્તિ અને ભરપૂર આસ્થા સાથે ગુરૂ પૂજન માટે ઉપસ્થિત રહેતા હોય છે.જંત્રાલના ઋષિકૂળ આશ્રમમાં ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે ગુજરાત મધ્યપ્રદેશ રાજ્યના અનેક શહેરો ગામોમાંથી મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉમટયા હતા.

કોરોના રોગની ભયંકર આપત્તિ દરમિયાન બે વર્ષથી ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી મોકૂફ રહી હતી.ત્રીજા વર્ષે યોજાયેલા ગુરુપૂર્ણિમા ઉત્સવ દરમિયાન ઉપસ્થિત ગુરુ ભક્તો ભક્તિસભર વાતાવરણમાં ભાવવિભોર બન્યા હતા. ગુરુભક્તોએ પાદુકા તથા પ્રતિમાનું શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજન કરી મહાઆરતી તથા મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.જંત્રાલના ગ્રામજનો દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ દરમિયાન સુંદર સેવા બજાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...