હાલાકી:દુધિયા નગરના જર્જરીત અને ખંડેર સ્મશાનથી પ્રજાને હાલાકી

લીમખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદર્શ ગામ દુધીયામાં સુવિધાયુક્ત સ્મશાન બને તેવી માગ કરવામાં આવી

લીમખેડા તાલુકાના દુધિયા નગરનો આદર્શ ગામ દુધિયામાં સમાવેશ થયો હતો. જેમાં પાણી, રસ્તા, સરકારી દવાખાનું,સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.પરંતુ માણસના મૃત્યુ બાદ મૃતદેહની અંતિમવિધિ માટે દુધીયાની પ્રજાને અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે.વર્ષો જૂના બનાવેલા સ્મશાનની જર્જરીત અને ખંડેર હાલત હોવાથી તેમજ સ્મશાનની ચારે કોર ગાંડા બાવળના વૃક્ષોનું સામ્રાજ્ય છવાઇ જવાના કારણે ઠેરઠેર કાંટાળી વાડ સર્જાઈ છે. સ્મશાન તરફ જવા માટે રસ્તાની પણ કોઈ સુવિધા હાલમાં જોવા મળતી નથી.

ગ્રામજનોને મૃતદેહની અંતિમવિધિ ગામનાં સીમાડે પસાર થતી નદીના કિનારે કરવાની ફરજ પડી રહી છે. સરકાર દ્વારા આદર્શ ગામ યોજના અંતર્ગત સ્મશાન મંજુર કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર કોન્ટ્રાક્ટરે આજ દિન સુધી સ્મશાનનું બાંધકામ શરૂ કર્યું નથી. શિયાળા - ઉનાળાના સમયગાળા દરમ્યાન ગ્રામજનો કચવાતા મને નદી કિનારે સ્મશાનવિધિ કરી શકે છે.

મૃત્યુ પછી માણસને સુખ શાંતિ નથી
દુધિયાનું વર્ષો પહેલાં બનેલું સ્મશાન અત્યારે અત્યંત જર્જરીત અને ખંડેર સ્થિતિ ભોગવી રહ્યું છે.સ્મશાન ની ચારેતરફ ગાંડા બાવળના કાંટાના ઝાડી ઝાંખરાને કારણે તથા રસ્તાની સુવિધા નહીં હોવાથી ગ્રામજનોને નદી કિનારે ગંદકી હોવા છતાં પણ સ્મશાન વિધિ કરવાની ફરજ પડે છે.દુધિયા નગરમાં સુવિધાયુક્ત સ્મશાનના અભાવે માણસને મૃત્યુ પછી પણ સુખ શાંતિ મળતી નથી. - ગોપાલ પટેલ,દુધિયા

અન્ય સમાચારો પણ છે...