ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ:વડાપ્રધાને જન્મદિવસ ગરીબોના લાભાર્થે સમર્પિત કર્યો : ભાભોર

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લીમખેડામાં ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
લીમખેડામાં ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ યોજાયો હતો.
  • લીમખેડામાં ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ યોજાયો

લીમખેડા મોડેલ શાળા મુકામે વડાપ્રધાનના 71માં જન્મ દિવસ અંતર્ગત ગરીબોની બેલી સરકાર કાર્યક્રમન લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જિ. પં. સમિતિના ચેરમેન રમીલાબેન રાવત તાલુકા પંચાયત પ્રમુખ શર્માબેન મુનિયા જિ.પં. સદસ્ય છત્રસિંહ મેડા, ટી.કે.બારીયા,સરતનભાઈ ડામોર તાલુકા પંચાયતના સદસ્યો સરપંચ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિવિઘ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય શૈલેશ ભાભોર એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના જન્મદિવસની ઉજવણી ગરીબ લાભાર્થીઓના લાભ માંટે સમર્પિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્યના 400 સ્થળે યોજાનાર કાર્યક્રમમાં હજારો ગરીબ લાભાર્થીઓને વિવિઘ યોજનાકીય લાભોનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં લાભાર્થી મહિલાઓને ઉજવલા ગેસ કનેકશન તથા કોરોના મહામારી અંતર્ગત અવસાન પામેલા વાલીના બાળકોને સહાયના મંજૂરી પત્રો અર્પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...