તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:દાભડા સરપંચનું ચીલાકોટાના કુટુંબી જમાઈ સહિત 4 શખ્સો દ્વારા અપહરણ

લીમખેડા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંનેના વાહનો વચ્ચે અકસ્માત થતાં તકરાર થઇ હતી
 • અપહરણ કરનાર જમાઈ સહિત 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ

દાભડાના સરપંચનું ચિલાકોટા ગામે રહેતા તેના કુટુંબી જમાઈ સહિતના ચાર વ્યક્તિઓએ અપહરણ કરી લઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.સપ્તાહ પૂર્વે દાભડા ગામના સરપંચ બાબુભાઈ સરતનભાઈ ભુરીયાની બોલેરો ગાડીને ચીલાકોટા ગામે રહેતા તેમના કુટુંબી જમાઈ નૈનેશ છગનભાઈ તડવીની મારુતિ વાનથી ટક્કર વાગી અકસ્માત થતા બોલેરો ગાડીમાં નુકસાન થયું હતું જે બાબતે બોલાચાલી તકરાર થઇ હતી.

આ બાબતની અદાવત રાખી ચીલાકોટા ગામના નૈનેશ છગનભાઈ તડવી તથા તેના અન્ય ત્રણ સાગરિતોએ દાભડાના સરપંચ બાબુભાઈ ભુરીયાનું મારૂતિ વાનમાં બળજબરી પુર્વક બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. બનાવ સંદર્ભે શૈલેષ બાબુભાઇ ભુરીયાએ અપહરણ કરનાર ચારેય શખ્સો વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો