આવેદન:પાલ્લી પંચાયતમાં સરપંચની બેઠક એક જ જ્ઞાતીને વારંવાર ફાળવાતા કલેક્ટરને ફરિયાદ

લીમખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોસ્ટર પદ્ધતિની માગણી સાથે 300 જેટલા આગેવાનોનુ આવેદન

લીમખેડા તાલુકાની પાલ્લી ગ્રામ પંચાયત બેઠકમાં સરપંચ પદ માટે અનેક વર્ષોથી અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે.જે બાબતે પાલ્લી ગામના બક્ષીપંચ તથા અનુસુચિત જાતિના 300 જેટલા આગેવાનોની સહી સાથે પાલ્લી ગ્રામ પંચાયત બેઠકમાં રોસ્ટર પદ્ધતિનો અમલ થાય તેવી માગણી સાથે જિલ્લા કલેકટરને લેખીતમાં આવેદનપત્ર પાઠવાયુ છે. આગેવાનો દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પાલ્લી ગ્રામ પંચાયતમાં આજદિન સુધીમાં સરપંચ પદ માટે બક્ષીપંચ સમાજ તથા અનુસુચિત જાતિ સમાજને હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે.

પાલ્લી ગામમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની તથા અનુસૂચિત જાતિની તેમજ સામાન્ય જાતિની મળી કુલ 80 ટકા જેટલી વસ્તી છે.તેમ છતાં પણ રાજકીય હોદ્દાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.આવેદનપત્રમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મતદાનના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...