ક્રાઇમ:લીમખેડા, દેવગઢ બારિયામાંથી બે સગીરાનું અપહરણ થતાં ફરિયાદ

લીમખેડા, દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોટીવાવનો યુવક છ માસ પહેલાં પણ સગીરાને ભગાડી ગયો હતો

મોટીવાવ નો યુવક જેતપુર ગામે દાદાના ઘરે રહેતી સગીરાનું અપહરણ કરી જતા સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 6 માસ પહેલા યુવકે સગીરાનું અપહરણ કરતા લીમખેડા પોલીસે કાર્યવાહી સાથે સપ્તાહમાં સગીરાની શોધખોળ હાથ ધરી તેના પિતાને સુપ્રત કરી હતી. તેમજ બૈણા ના યુવકે નાની મંગોઇ થી 17 વર્ષિય સગીરાનું અપહરણ કરી જતાં સાગટાળા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. જેતપુર માં દાદાના ઘરે રહેતી 17 વર્ષ 11 માસ વયની સગીરા ગત 7 મી ડિસેમ્બરે પિતરાઈ બહેન સાથે ખેતરમાંથી ઘાસ લઈ પરત ફરતી હતી.

તે દરમિયાન સાંજે મોટીવાવનો હસમુખ ચૌહાણ ક્રૂઝર માં આવી સગીરાને પત્ની બનાવવાના ઇરાદે અપહરણ કરી લઈ નાસી ગયો હતો. સગીરાના પિતાએ હસમુખ ચૌહાણ વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના સંજય હમીર પટેલ તા.10મી સપ્ટેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં નાની મંગોઇ ગામથી એક 17 વર્ષ અને 16 દિવસની સગીરાને પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હતો. સગીરાના પરિવારે શોધખોળ કરતાં બૈણા ગામનો સંજય પટેલ પત્ની તરીકે રાખવા સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતાં સગીરાના પિતાએ સંજય હમીર પટેલ વિરુદ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આરોપી તથા સગીરાની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...