તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીમખેડાના બાર ગામના ભુરીયા ફળિયામાં રહેતા વિજયભાઈ ભુરીયાની પુત્રી કલ્પનાના લગ્ન વર્ષ 2018માં અગારા(ઉ) ગામના નિશાળ ફળિયામાં રહેતા પોલીસ કર્મચારી ભરત બારીયા સાથે થયા હતા.લગ્ન બાદ કલ્પનાબેનના સસરા બાદરભાઇ તથા દાદી સાસુ ધોળીબેન માનસિક ત્રાસ આપી નોકરી કરવા માટે દબાણ કરતા હતા. કલ્પનાબેન ગર્ભવતી બનતા તેમના પિયરમાં પ્રસૂતિ માટે ગઈ હતી.
તે દરમિયાન ગત 4 ફેબ્રુઆરીના રોજ ભરતભાઈ બારીયાએ તેની પત્ની કલ્પનાબેનને ફોન કરી જણાવ્યું હતું કે હું શર્મિષ્ઠા નિનામાને મારી બીજી પત્ની તરીકે લઈ આવ્યો છું. જેથી કલ્પનાબેનને મનમાં લાગી આવતા તેણે આત્મહત્યા કરવા માટે ઝેરી દવાનું સેવન કર્યું હતું. સદભાગ્યે સમયસર દવા સારવાર મળતા કલ્પનાબેનનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ કલ્પનાબેને પતિ ભરતભાઈ, સસરા બાદરભાઈ, દાદીસાસુ ધોળીબેન તેમજ પતિની બીજી પત્ની શર્મિષ્ઠાબેન સહિત ચાર વિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.