અપહરણ:સગીરાનું અપહરણ કરતા યુવક સામે ફરિયાદ

લીમખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિના સમયે સગીરાનું અપહરણ થયું

લીમખેડા તાલુકાના દુધિયાધરા ગામની સગીરા ગત શનિવારે રાત્રીના સમયે તેની માતા સાથે કુદરતી હાજતે જવા માટે ઘરેથી નીકળી હતી.તે સમયે દુધિયાધરા ગામનો મિતેશ રાજેશ ભુરીયા અચાનક તેમના નજીક આવી ગયો હતો. તેમજ સગીરાની માતાને ધક્કો મારી સગીરાનો હાથ પકડી તેને ખેંચી લઇ અપહરણ કરી નાસી ગયો હતો.

બનાવથી ગભરાઇ ગયેલી સગીરાની માતાએ તાત્કાલિક ઘરે આવી પોતાના પતિને આ બાબતની જાણ કરતાં બંને પતિ-પત્નીએ રાત્રિના સમયે સગીર દીકરીની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ દીકરી નહીં મળતા બીજા દિવસે ગામના આગેવાનોને જાણ કરી પોતાની દીકરી પરત મેળવવા માટેની વાતચીત કરી હતી. દીકરી પરત નહીં મળતાં સગીરાના પિતાએ મિતેશ ભુરીયા વિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે મિતેશ ભુરીયા વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...