તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદયાત્રાનો પ્રારંભ:1 કિલોમીટર લાંબી ધજા લઇ લીમખેડાથી 150 ભક્તો મા અંબાના ધામ અંબાજી જવા પગપાળા નિકળ્યા, 5મીએ ધ્વજારોહણ કરાશે

લીમખેડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિપો રામ ગ્રુપ લીમખેડાના આગેવાન વિકાસ ઠાકુરના આયોજન હેઠળ 1111 ગજની ધજા સાથે લીમખેડા થી અંબાજી પદયાત્રાનું દ્વિતીય વાર આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે આ પદયાત્રાને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ જિલ્લા પંચાયત સમિતિનાં ચેરમેન રમીલાબેન રાવત જીલ્લા પંચાયત સદસ્ય સદસ્ય છત્રસિંહ મેડા સરતનભાઈ ડામોર સહિતના અગ્રણીઓએ લીમખેડાના હસ્તેશ્વર મહાદેવ મંદિરથી રથનો રસ્સો ખેચી પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

શ્રદ્ધા ભક્તિથી પ્રારંભ થયેલી 1111 ગજની ધજા સાથેની યાત્રાનું લીમખેડા નગરમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રાના આયોજક વિકાસ ઠાકુરે જણાવ્યું હતું કે પદયાત્રામાં લીમખેડા તથા આજુબાજુના ગામોમાંથી 150 થી પણ વધુ યાત્રાળુઓ જોડાયા છે.તેમજ પદયાત્રા પ્રતિદિન સરેરાશ 40 કિલોમીટર નુ અંતર કાપી લીમખેડા થી વાઘજીપુર શહેરા મોડાસા ઇડર ખેડબ્રહ્મા થઈ 4 તારીખે મોડી રાત્રે અંબાજી પહોંચશે તેમજ 5મી સપ્ટેમ્બરના રોજ સવારે અંબાજી મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...