ચોરી:જાદા પંચાયતના કોમ્પ્યૂટર રૂમના તાળાં તોડી રૂા.42 હજારની ચોરી

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લીમખેડાની જાદા ગ્રામ પંચાયતમાંથી ચોર તસ્કરો કોમ્પ્યુટર રૂમના તાળા તોળી 42,100 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી લઇ નાસી ગયા હતા. આ સંદર્ભે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

લીમખેડા તાલુકાની જાદા ગામે રહેતા અને જાદા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતાં ગૌતમકુમાર રમેશભાઇ રાઠોડ તા.14મીના રોજ પોતાની નોકરી પુરી સાંજના પાંચ વાગ્યે ગ્રામ પંચાયતના મકાનને તાળુ મારી ઘરે ગયા હતા. તે દરમિયાન ચોર ઇસમોએ ગ્રામ પંચાયત ઓફીસને નિશાન બનાવી આગળની જાળીનો સળીયો તોડી અંદર પ્રવેશ કરી પંચાયતના રૂમના દરવાજાનું તાળુ તોડી ટેબલ ઉપર મુકી રાખેલ જૂના વપરાયેલ કોમ્પ્યુટર નંગ 1 આશરે રૂા.15,000, એલ.ઇ.ડી. ટીવી આશરે રૂા.12,000, સીસીટીવી કેમેરાનું માઉસ નંગ 1 રૂા.100, બી.એસ.એન.એલ. વાયફાઇ ઓ.એન.ટી. નંગ 1 રૂા.7000નું મળી કુલ 42,100 રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. બીજા દિવસે દશેરાની રજા હોય ગૌતકુમાર રાઠોડ ઘરે હતા ત્યારે ગ્રામ પંચાયત ઓફીસમાં બી.એસ.એન.એલ.માંથી કોઇ ખામી છે કે કેમ તેની ખાતરી કરવા બી.એસ.એન.એલ.માંથી ફોન આવતાં તેઓ 11 વાગ્યાના અરસામાં ગ્રામ પંચાયત ગયા હતા. પંચાયત આગળની જાળીનો સળીયો તુટેલો જણાતા ગ્રામના આગેવાનોને જાણ કરી હતી. ત્યાર બાદ પંચાયતમાં જઇ તપાસ કરતાં કોમ્પ્યુટર રૂમમાંથી ચોરી થઇ હોવાનું જોવા મળ્યું હતું. ચોરી સંદર્ભે ગૌતમકુમાર રમેશભાઇ રાઠોડે લીમખેડા પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...