ચોરી:લીમખેડાના કંબોઇથી બોલેરો, બાઇક અને મોબાઇલની ચોરી

લીમખેડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં પડી ગયેલ મોબાઇલ, બાઇકની ચોરી કરાઇ

કંબોઇ ગામમાં ત્રાટકેલા તસ્કરો ઘર આગળ મુકેલી બોલેરો ગાડી ચોરી કરી નાસી ગયા હતા. તેમજ કંબોઇ કામ નજીક જ બાઇક લઇને પત્નીને લેવા આવતા ગાંગરડાના યુવકનું અકસ્માત થતાં તેને સારવાર માટે ખસેડતાં ઘટના સ્થળેથી પડી ગયેલો મોબાઇલ તથા બાઇક કોઇ અજાણ્યા માણસો ચોરી કરી નાસી ગયા હતા.

કંબોઇ ગામના મગનભાઇ ચંન્દ્રાભાઇ ચૌહાણે તા.31મીની રાત્રે જીજે-06-સીબી-4772 નંબરની બોલેરો ગાડીને લ્ટેરીંગ લોક મારી પોતાના ઘર આગળ મુકી હતી. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમો તેમની 2,00,000 રૂા.ની બોલેરો ચોરી કરી નાસી ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે મગનભાઇની ઘરની બહાર નિકળતાં ઘર આગળ મુકેલી બોલેરો ગાડી જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો.

કંબોઈ ગામના પરમાર ફળિયામાં રહેતા નારણભાઈ પરમારના જમાઇ જયેશભાઇ મકનભાઇ બારીયા ગત તા. 6 નવેમ્બર’21ના રોજ ના રોજ જીજે-20-એએસ-2006 નંબરની બાઇક લઇને પત્નીને લેવા માટે કંબોઇ આવતા હતા. તે દરમિયાન જયેશભાઇ બારિયાનું અકસ્માત થતાં તેમને 108 દ્વારા દાહોદ અને ત્યાંથી વડોદરા રીફર કર્યા હતા. તે દરમિયાન ઘટના સ્થળે પડેલો 2000 રૂા.નો મોબાઇલ તથા 1,00,000 રૂ.ની મોટર સાયકલ તથા ગાડીના કાગળો ચોરી કરી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...