પરંપરાગત:મોટી બાંડીબારના ઓજારો, શસ્ત્રો, રમકડાંનું આકર્ષણ

લીમખેડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી કળા, યુધાભ્યાસ અને શસ્ત્રવિદ્યાની છબી
  • પરંપરાગત શસ્ત્રોની બનાવટને જીવંત રાખવાનો ધ્યેય

વડોદરામાં યોજાયેલા સખીમેળામાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામના મહાકાળી સખી મંડળના સ્ટોલે સૌનું આકર્ષણ ખેંચ્યુ હતું. વર્તમાન મોબાઈલ યુગમાં જીવતા માનવીમાં આપણી પ્રાચીન રમતો, પ્રાચીન ઓજારો, રમત ગમતના સાધનો અને જૂની રમતો વિસરાતી જાય છે. ત્યારે મોટી બાંડીબાર ગામના મહાકાળી સખી મંડળ સ્વ સહાય જૂથ દ્વારા જંગલના લાકડામાંથી સાંસ્કૃતિક વિરાસતના તીર, કાંમઠા, ગોફણ, ટોપલી, ગોરાણી, રોટલી મૂકવાની છાબડી, ફોલ્ડેડ તીરકામઠું, સૂપડા, સાવરણા જેવી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે.

જે હથિયારો બનાવાય છે તેનો નિર્દોષ ઉપયોગ જંગલી જાનવરોથી બચવા સ્વરક્ષણ માટે કરવામાં આવતો હોય છે. સખીમંડળના કુશળ કારીગરો દ્વારા બનાવેલ ફોલ્ડેડ તીરકામઠાથી એક સાથે 4થી 5 તીર છોડી શકાય છે. તમામ વસ્તુઓ તેઓ જંગલમાંથી લાકડું લાવી સંપૂર્ણપણે હાથથી બનાવે છે. આ સ્વ સહાય જુથની તેમણે એક વર્ષ પહેલા એક લાખના રોકાણથી શરૂઆત કરી હતી.

ત્યારબાદ સરકારની યોજના અંતર્ગત લોન મેળવી ગૃહ ઉદ્યોગ સ્થાપ્યો હતો.જેમાં મુખ્યત્વે સાગ, સીસમ વાસ, રબ્બર, પ્રાકૃતિક કલર વગેરે વસ્તુઓ વાપરવામાં આવે છે. કલર કરેલા રંગબેરંગી અવનવા તીર-કમઠા, ગીલ્લોર, ગોફણ, ભાલા જેવા ડમી શાસ્ત્રો ખરીદીને આપણે આપણો સંસ્કૃતિક વરસો જાળવી શકીએ, બાળકોને આપણી વિરાસતની ઝાંખી કરાવી શકીએ સાથે સાથે આવા આર્ટીઝનને રોજગારી પણ આપી શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...