તપાસ:‘તુ અહીંયા કેમ બેઠો છે’ કહી વૃદ્ધ પર કુહાડીથી હુમલો

લીમખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હુમલાખોર ફરાર

મોટી બાંડીબારના સગુમ ફળિયામાં રહેતા વૃદ્ધ ઉપર ગામના જ એક શખ્સે કુહાડીથી હુમલો કરી ડાબા પગની સાથળમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હુમલાખોર નાસી ગયો હતો વૃદ્ધે લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોટીબાંડીબારના 60 વર્ષના જુવાનસિંહ પરમાર તથા કુટુંબી ભાઈ રાયસીંગ પરમાર ગત 23મીના રોજ સાંજે નદીએથી સ્નાન કરી પરત ઘરે આવતા હતા.નદી કિનારે સ્મશાન પાસે કમલેશ પરમાર કુહાડી લઈને બેઠો હતો તેને વૃદ્ધે ટકોર કરી પૂછ્યું હતું કે તું અહીં કેમ બેઠો છે.

ત્યારે કમલેશ પરમારે હું લાકડા કાપવા આવ્યો છું તેવું જણાવી ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી કુહાડીથી જુવાનસિંહ ઉપર હુમલો કર્યો હતો.જો કે જુવાનસિંહે તેનો હાથ પકડતા કુહાડી જુવાનસિંહ પરમારના ડાબા પગની સાથળમાં વાગી જતા તેમને લોહિયાળ ઇજા થઈ હતી. જુવાનસિંહ પરમારે સારવાર કરાવ્યા બાદ કમલેશ પરમાર વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...