તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઘાસ કાપવાની ના પાડતાં દાતરડાંથી હુમલો કરાયો

લીમખેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપળાપાણીમાં બનેલો બનાવ

લીમખેડા તાલુકાના પીપળાપાણી ગામના પ્રકાશભાઈ ભાથુભાઈ ભુરીયાના ખેતરના પ્લોટ નંબર 51 અને 47 માં ઘાસની રોપણી કરી હતી.ગામમાં રહેતા ગલુ ચુનિયા કટારા, કનીબેન ગલું કટારા, વનાબેન દેસિંગ કટારા વીગેરે ખેતરમાંથી ઘાસ કાપતા હતા.જેથી પ્રકાશભાઈ ભુરીયાએ તેમને જમીનની માપણી થયા બાદ ઘાસ કાપવાનું છે તેવું જણાવ્યું હતું.

ત્યારે ત્રણેયએ અમારે કોઈ માપણી કે નિકાલ કરવો નથી.અમે ઘાસ કાપવાના છે નહીં કાપવા દેશો તો અમે ઘાસ સળગાવી દઇશું તેવું કહી ઉશ્કેરાઇ જઇ દાતરડા તથા પથ્થરોથી હુમલો કરી પ્રકાશભાઈને ડાબા હાથમાં તથા શરીરે ઈજાઓ પહોંચાડી મોતની ધમકી ઉચ્ચારી પોતાના ઘર તરફ નાસી ગયા હતા. આ સંદર્ભે પ્રકાશભાઈ ભુરીયાએ ત્રણેય વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...