આરોપી ફરાર:દૂષ્કર્મ અને પોક્સોમાં સંડોવાયેલો ચીલાકોટાનો આરોપી અનંત માવી પોલીસ જાપ્તામાંથી ફરાર

લીમખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીમખેડા કોર્ટ સંકૂલમાં પોલીસની હથકડીમાંથી હાથ કાઢી અનંત માવી નાસી છૂટ્યો

લીમખેડા કોર્ટમાંથી પરત દાહોદ સબજેલમાં જતા સમયે પોલીસવાનમાં બેસતી વખતે ચીલાકોટાનો કેદી અનંત માવી પોલીસની હથકડીમાંથી હાથ કાઢી જાપ્તામાંથી નાસી ગયો હતો. મંગળવારે દાહોદ સબ જેલમાં દુષ્કર્મ અને પોસ્કો એકટના ગુનામાં ઝડપાયેલા 434/22 નંબરનો લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામનો કેદી અનંત ઉર્ફે અનુકુમાર માધુભાઈ માવીને જાપ્તા કેદી પાર્ટીના કતવારા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI શાંતિલાલ ઝાલોદ પોલીસ સ્ટેશનના અંકિતભાઈ,અજીતભાઈ, દાહોદ પોલીસ હેડ ક્વાટરના કંચનભાઈ, વિક્રમભાઈ, રાજુભાઈ સહિતના પોલીસ સ્ટાફ કર્મચારીઓ લીમખેડાની બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવા માટે લાવ્યા હતા.

કોર્ટનું કામકાજ પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યાના સમયે જાપ્તા કેદી પાર્ટીના પોલીસ સ્ટાફ કેદીઓને દાહોદ સબ જેલમાં પરત લઈ જવા માટે કોર્ટના ગેટ પાસે પોલીસ વાનમાં બેસાડતા હતા.તે સમયે કેદી અનંત માવી પોલીસે પહેરાવેલી હાથકડીમાંથી હાથ કાઢી નાખી પોલીસના જાપ્તામાંથી ભાગી ગયો હતો. પોલીસે બૂમાબૂમ મચાવી ભાગી રહેલા કેદી અનંત માવીનો પીછો કરવા છતાં પણ કેદી અનંત માવી સર્કિટ હાઉસની દિવાલ કૂદી ઝાડી ઝાંખરામાં થઈ ફરાર થઈ ગયો હતો.

પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલા કેદી અનંત માવીને ઝડપવા માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે.બનાવ સંદર્ભે કેદી પાર્ટીના ASI શાંતિલાલભાઈએ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા કેદી અનંત માવી વિરુદ્ધ ગુનો નોંધી તેની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

કેદી અનંત માવી બીજી વખત ફરાર થયો
કોરોનાના સમયગાળામાં પણ દુષ્કર્મ અને પૉસ્કો એક્ટના ગુનામાં ઝડપાયેલો કેદી અનંત માવી મોડલ સ્કૂલના કેમ્પમાં પોલીસ જાપ્તામાંથી નાસી જઈ ફરાર થયો હતો.ચારેક દિવસ બાદ તેને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી પોલીસે ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...