અકસ્માત:ઢઢેલા દર્શન કરવા જતાં કંબોઇના વૃદ્ધનું કારની અડફેટે મોત નિપજ્યું

લીમખેડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારે બાઇકને પાછળથી ટક્કર મારતાં નીચે પટકાયાં હતા
  • અકસ્માત કરી ચાલક હાઇવે ઉપર કાર મૂકી ફરાર

તાલુકાના કંબોઇ ગામના 65 વર્ષિય રમસુભાઇ સોમજીભાઇ ભાભોર સવારે 11 વાગ્યાના અરસામાં ઢઢેલા ગામે કાછલા રામદેવપિરના મંદિરે દર્શન કરવા માટે જીજે-06-બીડી-6591 નંબરની બાઇક લઇને નિકળ્યા હતા. તે દરમિયાન લીમખેડા તરફથી આવતી જીજે-07-બીઆર-2118 નંબરની કારના ચાલકે તેનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી રમસુભાઇ ભાભોરની બાઇકને પાછળથી ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા.

જેમાં રમસુભાઇને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત કરી ઉસરા ગામે હાઇવે રોડ ઉપર મુકી ભાગી ગયો હતો. આ સંદર્ભે મૃતકના પુત્ર બાબુભાઇ રમસુભા ભાભોરે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...