ક્રાઇમ:દુધિયા હાઇસ્કૂલમાં ભણતી સાષ્ટાની સગીરાનું અપહરણ

લીમખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આંતરસુબાના યુવકે અપહરણ કર્યું
  • લીમખેડા પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો

લીમખેડા તાલુકાના સાષ્ટા ગામની સગીરા ગત 15મી નવેમ્બરે દુધિયા હાઈસ્કૂલમાં અભ્યાસ માટે ગઈ હતી. તે દરમિયાન આંતરસુબા ગામનો પ્રવીણ સુરસિંહ હઠીલા સગીરાને તેના વાલીપણામાંથી પટાવી ફોસલાવી પોતાની પત્ની બનાવવાના ઇરાદે અપહરણ કરી લઈ નાસી ગયો હતો.

સગીરાના માતા પિતાએ રાહુલ હઠીલાના ઘરે જઈ તેના પરિવારજનોને પોતાની સગીર દીકરી પરત સોંપવા માંગ કરી હતી. ત્યારે રાહુલના માતા પિતાએ શોધખોળ કરી મળી આવશે તો તમારી દીકરી પરત સોંપી દઈશું તેવું જણાવ્યું હતું. એક સપ્તાહ પછી પણ પોતાની સગીર દીકરી નહીં મળતા પિતાએ લીમખેડા પોલીસ મથકમાં પ્રવીણ હઠીલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...