કાર્યવાહી:અપહરણમાં 2 વર્ષથી વોન્ટેડ મલેકપુરનો યુવક ઝડપાયો

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે જેલના સળીયા પાછળ ધકેલ્યો

રણધીકપુર પોલીસમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ભોગ બનનાર સાથે ઝડપ્યો હતો. લીમખેડા ડીવાયએસપી આર.બી. દેવધાએ તથા ઇન્ચાર્જ સીપીઆઇ એસ.એમ. ગામીતીએ અપહરણના ગુનાના નાસતા ફરતા આરોપીઓ ઝડપવા તથા ભોગ બનનારની માહિતી મેળવી માર્ગદર્શન કર્યુ હતુ.

જે અનુસંધાને રણધીકપુર પોસઇ ડી.જી. વહોનીયાએ ટીમ બનાવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઝુબેશ હાથ ધરી હતી. તે દરમિયાન પોસઇ ડી.જી. વહોનીયાને મળેલ આધારભુત બાતમી આધારે રણધીકપુર પોલીસ મથકમાં દાખલ અપહરણ અને પોક્સોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મલેકપુરના આરોપી સંજય છગન કટારાને ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...