અકસ્માત:ટ્રેકટરની ટ્રોલી પલટી ખાતા શ્રમિક યુવતીનું મોત નિપજ્યું

લીમખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેતી ભરી વડેલામાં ખાલી કરવા જતો હતો, ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

પંચમહાલના કુવાઝર ગામના ભોપત અજીતભાઈ બારીયા પોતાના તાબાના ટ્રેક્ટરમાં બાંડીબાર ગામમાંથી રેતી ભરી વડેલામાં ખાલી કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન નાની બાંડીબાર ગામે રસ્તા ઉપર ઢાળ ચઢતા સમયે ટ્રેકટરના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી ખવડાવી હતી. અકસ્માતમાં ટ્રેકટરમાં બેઠેલી વંદેલી ગામની શ્રમિક સુમિત્રાબેન ફતાભાઈ નાયક ઉપર ટ્રેક્ટરનુ ટાયર ફરી વળતા તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને લીમખેડા સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરી હતી. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ સુમિત્રાબેન નાયકનું મોત નીપજયું હતું ફરિયાદને પગલે લીમખેડા પોલીસે ટ્રેકટર ચાલક ભોપત બારીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...