તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્સ્માત:પાણીયા ગામમાં રાતે ટ્રકની અડફેટે આવતાં લીમખેડાના યુવાનનું મોત

લીમખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવક તથા નોકર રસ્તાની બાજુમાં ઉભા હતા ત્યારે અક્સ્માત
 • બંનેને અડફેટમાં લઇ ટક્કર મારીને ટ્રક સાથે ચાલક ફરાર

લીમખેડા રામદેવ મંદિર પાસે રહેતા અંબાલાલ પરાગભાઈ દેવડાનો યુવાન પુત્ર પ્રજ્ઞેશ દેવડા તથા તેનો નોકર સંજય તેરસિંગ હરીજન બુધવારે રાત્રે પાણીયા ગામે તેમની બાઈક રસ્તાની બાજુમાં મૂકી ઊભા રહી વાતો કરતા હતા. દરમિયાન રાત્રે સાડા નવ વાગ્યાના સમયે દાહોદ તરફથી પૂરઝડપે હંકારી આવતા આઇસર ટ્રકે બંનેને અડફેટે લઇ ટક્કર મારી ચાલક ઘટના સ્થળેથી ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં પ્રજ્ઞેશ દેવડાને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સંજય હરિજનને શરીરે ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. બનાવ સંદર્ભે અંબાલાલ દેવડાએ ટ્રકચાલક વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો