ક્રાઈમ:મંગલમહુડીમાં મકાનમાંથી ~ 26.78 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

લીમખેડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગલમહુડીના કમલેશ રાવતના મકાનમાં દારૂનો જથ્થો ઢઢેલાના કુખ્યાત બુટલેગર સુશીલ જયસ્વાલે ઉતર્યો હોવાની બાતમી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. દાહોદ LCBએ 28 લાખ 78 હજારની કિંમતનો 22320 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.

દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ LCB પો.ઈ.બી.ડી.શાહ પોસઇ પી.એમ. મકવાણા પેરોલ ફર્લો સ્ક્વોડના PSI આઈ.એ.સિસોદિયા એલસીબી સ્ટાફના માણસો વિગેરે લીમખેડા પંથકમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં હતા.તે દરમિયાન રાત્રિના સમયે મંગલ મહુડીના કમલેશ રાવતના ઘરમાં ઢઢેલાના બુટલેગર સુશીલ જયસ્વાલે દારૂનો જંગી જથ્થો કટીંગના ઈરાદે ઉતર્યોની બાતમી મળી હતી.

પોલીસે બાતમી મુજબના મકાનમાં પ્રોહી દરોડો પાડ્યો હતો. કમલેશના મકાનમાંથી 26,78,400નો 22320 બોટલ ભરેલી 465 પેટી મળતા અધિકારીઓ ચોંક્યા હતા. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી એલસીબી પોસઇ મકવાણાએ ફરાર થયેલા બુટલેગર સુશીલ દેવચંદ જયસ્વાલ તથા કમલેશ ચુંનિયા રાવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...