અકસ્માત:લીમખેડામાં કારની ટક્કરથી બાઈક ચાલકનું મોત થયું

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદથી બાઈક ઉપર દુધિયા જતા અકસ્માત

દાહોદના દુધિયાવાલા શેરીમાં રહેતા અને લીમખેડા તાલુકાના દુધિયા નગરમાં વેપાર ધંધો કરતા 53 વર્ષીય કુત્બુદ્દીન સજ્જાદભાઈ દૂધિયાવાલા તેમની બાઈક ઉપર રવિવારે સવારે દાહોદ થી દુધીયા જવા માટે નીકળ્યા હતા.

દરમ્યાન સવારે પોણા નવેક વાગ્યાના સમયે લીમખેડા વિજય હોટલ પાસે લીમખેડા નગરમાં પ્રવેશવાના બાયપાસ રસ્તા ઉપર કારના ચાલકે બાઇકને પુરઝડપે હંકારી આવી ટક્કર મારી અકસ્માત સર્જી કારચાલક તેની કાર ઘટના સ્થળે છોડી નાસી ગયો હતો.અકસ્માતમાં સજ્જાદભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ વાયુ વેગે પ્રસરતા વ્હોરા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત સંદર્ભે મૃતકના ભાઇ કાઈદ દુધિયવાલાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...