તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અકસ્માતની 5 ઘટનામાં 6 વર્ષની બાળકી અને 22 વર્ષિય યુવકનું મોત

લીમખેડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પસાયતા, નાનસલાઇ, વલુન્ડી, કુંડા અને થાળાની ઘટના

લીમખેડા તાલુકાના વડેલા ગામના ઇલાશબેન બળવંતભાઇ પટેલ તથા તેની 6 વર્ષિય પુત્રી નીધી તેના પિતાના ઘરે સંજેલી તાલુકાના પસાયતા ગામે હતા. તે દરમિયાન નીધી ઘર પાસે રોડની નજીક હતી ત્યારે પીકઅપના ચાલકે તેને અડફેટમાં લેતાં ઇજાઓ થતા પીપલોદ દવાખાને અને ત્યાંથી ગોધરા સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યા તેનું મોત નિપજ્યું હતું.

જ્યારે નાનસલાઇ નવી વસાહત પાસે બાઇકના ચાલકે નાનસલાઇના 22 વર્ષિય જીગ્નેશભાઇ સંગાડાને અડફેટમાં લઇ માથાના ઇજાઓ પહોંચી હતી. જીગ્નેશને ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. વલુન્ડી ગામે કારના ચાલકે છકડાને ટક્કર મારતાં હસમુખભાઇને ઇજાઓ પહોંચાડી ગાડી સ્થળ ઉપર મુકી નાસી ગયો હતો. કુંડા ગામે બાઇકના ચાલકે વાહન બેફિકરાઇ પૂર્વક હંકારી રમેશભાઇ હઠીલાની બાઇકને અડફેટે લેતાં ઇજાઓ પહોંચાડી હતી. થાળા ગામના રાયસીંગભાઇ તાવિયાડ રેશનકાર્ડ પર અનાજ લેવા માટે પગપાળા જતા હતા. ત્યારે બાઇકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી રાયસીંગભાઇને ટક્કર મારી નીચે પાડી દેતા પગના ભાગે ઇજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...