આયોજન:લીમખેડા-સિંગવડ તા.માં આદિજાતિ વિકાસમાં 8.13 કરોડનું આયોજન

લીમખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદની ઉપસ્થિતિમાં પ્રાંત કચેરીમાં TSP ની બેઠક યોજાઇ હતી

દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં લીમખેડા પ્રાંત કચેરીના સભાખંડમાં લીમખેડા તથા સિંગવડ તાલુકાની આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઇ હતી.બેઠકમાં પ્રાયોજના વહીવટદાર જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના પ્રમુખ પ્રાંત અધિકારી TDO મામલતદાર સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

2021-22માં ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ કૃષિ વ્યવસ્થા, પશુપાલન, ગ્રામ વિકાસ, નાની સિંચાઈ વીજળીકરણ, રસ્તા પુલ નિર્માણ, શિક્ષણ, આરોગ્ય,પાણી પુરવઠા યોજનાઓ,પોષણ, મઘ્યાંહન ભોજન યોજના સહિતની 22 જેટલા વિભાગોની અનેકવિધ યોજનાઓ અંતર્ગત વિકાસ કાર્યો માટે લીમખેડા તાલુકામાં 4 કરોડ 88 તથા સિંગવડ તાલુકામાં 3 કરોડ 25 લાખ મળી કુલ 8.13 કરોડ રૂપિયાના ખર્ચનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું.સાંસદ જશવંતસિંહ ભાભોરે ગત વર્ષના મંજૂર થયેલા કામોની સમીક્ષા કરી બાકી રહેલા કામો સત્વરે પૂર્ણ થાય તે માટે તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...