અકસ્માત:દાભડામાં એસટી બસને ટેન્કરે ટક્કર મારતાં 7 મુસાફરને ઈજા

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તોને દાહોદ સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા

મોરબી દાહોદ એસટી બસના ચાલક શૈલેષકુમાર રાવલ બસ હંકારી દાહોદ તરફ જતા હતા તે દરમિયાન વહેલી સવારે દાભડા ગામે ટેન્કરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ ચાલતી બસને ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં બસની પાછળના ભાગે બેઠેલા મુસાફરોને ઇજાઓ થતાં ભારે ચિસા ચીસ મચી જવા પામી હતી.

બસના ચાલક શૈલેષકુમાર રાવલે ઇજાગ્રસ્ત મુસાફરો વસિહાબેન દિલીપભાઈ દુદવા રહે. નરવાલા ઝાબુઆ, ચંદ્રિકાબેન કનુભાઈ ડામોર વિંડોલ ધાનપુર, કમલેશભાઈ પ્રતાપભાઈ મોહનીયા પીપોદરા ધાનપુર, બળવંતભાઈ પ્રતાપભાઈ મોહનીયા પીપોદરા ધાનપુર, નીનાબેન કમલેશભાઈ મોહનીયા પીપોદરા ધાનપુર, મંજુબેન વર્સિંગભાઈ ભાભોર કલ્યાણપુરા MP સલીમ અબ્દુલ ચૌહાણ લીમખેડા સહિતના સાત મુસાફરોને સારવાર માટે દાહોદ સરકારી દવાખાને ખસેડયા હતા. અકસ્માતમાં એસટી બસને પણ અંદાજિત 60 હજાર રૂપિયા જેટલું નુકસાન થયું હતું. બસ ચાલક શૈલેષકુમાર રાવલે ટેન્કરના ચાલક વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની લીમખેડાહાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...