તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પ્રતાપપુરામાં છકડો પલટી જતાં 4 મુસાફરોને ઈજા

લીમખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

પિપલોદથી જીજે-20-V-6062 નંબરના છકડામાં વડેલા ગામનો ભુપેન્દ્રસિંહ ગુલાબસિંહ પટેલ મુસાફરો ભરી બાંડીબાર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પ્રતાપપુરા ગામના હનુમાન મંદિર પાસે ભુપેન્દ્રસિંહ પટેલે છકડાના સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવી પલ્ટી ખવડાવી દીધો હતો. અકસ્માતમાં છકડામાં બેઠેલા પ્રતાપપુરા ગામના સોનાબેન મહેશભાઈ કટારા સાલીયા ગામના નરેશભાઈ ફતેસિંગ પટેલ તથા તેની પત્ની રાધાબેન પટેલ પાણીયા ગામની કેશમબેન કલ્પેશભાઈ પટેલ સહિત ચાર મુસાફરોને હાથ પગમાં તથા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. ઘટના સ્થળેથી નાસી ગયેલા છકડા ચાલક ભુપેન્દ્રસિંહ પટેલ વિરુદ્ધ લીમખેડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો