તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:દાહોદ જિલ્લામાં અકસ્માતની ચાર ઘટનામાં 3 વ્યક્તિના મોત

લીમખેડા, દાહોદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • { મોટીખરજમા બાઇકની અડફેટે 1 મોત તથા 2 ઘાયલ
 • { કઠલામાં બાઇકની ટક્કરે અજાણી વ્યક્તિનું મોત
 • જુના વડીયા તથા ઘુમણીમાં બે બનાવમાં એકનું મોત ચારને ઈજા

દાહોદ જિલ્લામાં અકસ્માતની ચાર ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે છ વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દેવધી ગામના મહેશ વેસ્તાંભાઈ તડવી જીજે-20-AP-3108 નંબરની અપાચી બાઈક ઉપર ફુલપરીથી દેવધી જઈ રહ્યા હતા.તે દરમિયાન જીજે-01-CZ 8029 નંબરની આઇસર ટ્રકના ચાલકે પુરઝડપે હંકારી આવી તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં મહેશ તડવીને જમણા પગમાં ઇજા થઇ હતી.

અકસ્માતનો બીજો બનાવમાં ગુમણી બાબજી પેટ્રોલ પંપ પાસે જીજે-20-W-9115 નંબરના છકડા ચાલકે દુધિયા તરફથી આવતી જીજે-2-એ-9064 નંબરની બાઈકને ટક્કર મારી છકડો પલ્ટી ખવડાવી દીધો હતો. જેમાં બાઇક સવાર પીપળી ગામના દીલેશ ભુરાભાઈ રાવતને ગંભીર ઇજાઓ થતા અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે છકડામાં સવાર ઝારોલા ગામના પ્રવિણ રામસિંહ નિનામા ભીમપુરાના ચતુર ખુમજીભાઈ બામણીયા તથા ડુંગરાના વિક્રમ હરસિંગભાઈ માવીને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.

દાહોદ તાલુકાના પાંદડી ગામનો કિશનભાઇ જોખાભાઇ ખરાડીયા તથા મોટીખરજનો સચીનભાઇ નરેશભાઇ ભાભોર અને ભિટોડીનો અમિતભાઇ રમણભાઇ ડામોર ત્રણે જણા રાત્રીના સમયે જીજે-20-એપી-8940 નંબરની મોટર સાયકલ લઇને મોટીખરજ ગામે ત્રણ રસ્તા પાસે ગરબાડા જવાના રોડની બાજુમાં ઉભા હતા. તે દરમિયાન એક મોટર સાયકલના અજાણ્યા ચાલકે પાછળથી ટક્કર મારી દેતાં સચીન અને કિશનને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન કિશનનું મોત નિપજ્યું હતું.

જ્યારે કઠલા ગામે પણ જીજે-03-ડીપી-8364 નંબરની મોટર સાયકલના અજાણ્યા ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઇડમાં ચાલતા જતા અજાણ્યા વ્યક્તિને અડફેટમાં લઇ અકસ્માત કરી માથામાં તથા શરીરે ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે કતવારા પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો