દુર્ઘટના:લીમખેડા અને સીંગવડમાં 2 અકસ્માતમાં 2નાં મોત

લીમખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લીમખેડામાં ટ્રક-પીકઅપના અકસ્માતમાં 1નું મોત
  • આરોડામાં જેસીબીની ટક્કરે બાઇક ચાલકનું મોત

પીપલોદના ધર્મેન્દ્ર માળી તથા જોન્ટી તેમજ નરેશ બોલેરોમાં શાકભાજી ભરી પીપલોદ જઈ રહ્યા હતા. ત્યારે લીમખેડા હાઈવે પર દારૂની ખાલી બોટલો ભરેલી ટ્રકે પાછળથી ટક્કર મારી ચાલક નાસી ગયો હતો.અકસ્માતમાં ત્રણેને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા.

ટૂંકી સારવાર દરમિયાન ધર્મેન્દ્રનું મોત નીપજ્યું હતું. જ્યારે આરોડાના નરવત બારીયાનો છોકરો મનહર જેતપુરથી બાઇક લઇ આવતો હતો. રતીલાલ ડામોરના મકાન આગળ નંબર વગરનું જેસીબી માટીનું પુરણ કરતી વેળા બાઇકને અડફેટમા લેતા મનહરને ઇજાઓ થઇ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા મનહરને 108 દાહોદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...