તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંધારીમાં બે બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બાઇક સવાર એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બાઇક સવાર મહિલાને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. લીમખેડાના અંધારી ગામના નગીનભાઈ તેમની બાઈક ઉપર મીઠાભાઇ કસનાભાઇ પરમારને બેસાડી લીમખેડાથી પરત ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સાંજે છ વાગ્યાના સુમારે અંધારીના બસ સ્ટેન્ડ પાસે સામેથી આવતી એક નંબર વગરની પલ્સર બાઈકના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી નગીનભાઈની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક સવાર મીઠાભાઇ પરમારને તથા ટક્કર મારનાર બાઈક ઉપર બેઠેલી મહિલાને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક લીમખેડા સરકારી દવાખાને ખસેડાયા હતા.જ્યાં ફરજ પરના તબીબે ગંભીર ઇજાગ્રસ્ત મીઠાભાઈ પરમારને મૃત જાહેર કરતા તેમના પરિવારજનોમાં આઘાત સાથે શોક વ્યાપી ગયો હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.