તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાંકડી પુલ ઉપર બાઈક સ્લિપ થતાં 1નું મોત, 1ને ઇજાગ્રસ્ત

લીમખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેથાણ ગામના બે યુવકો પરત ઘરે જતાં અકસ્માત

લીખેડાના ઉમેદપુરા નજીક વાકડી નદીના પુલ ઉપર બાઇક સ્લીપ થતાં મેથાણ ગામના એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક ઘાયલ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

સીંગવડ તાલુકાના મેથાણ ગામના પ્રદિપસિંહ તેરસિંહ વળવાઈ તથા રમેશ શંકરભાઈ ડામોર લીમખેડાના અંબા ગામેથી તેમની બાઈક ઉપર પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન ઉમેદપુરા નજીક વાકડી નદીના પુલ ઉપર પૂરઝડપે હંકારી જતા પ્રદીપકુમાર વળવાઈએ બાઇકને સ્લીપ ખવડાતા બંને બાઇક સાથે રસ્તા ઉપર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક વધુ સારવાર માટે દાહોદ ખસેડયા હતા. જેમાં રમેશ ડામોરને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે પ્રદીપભાઈને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે મેથાણ ગામના શંકર ડામોરે લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...