અકસ્માત:પ્રતાપપુરામાં ટ્રકની ટક્કરથી બાઇક સવાર 1નું મોત, 1ને ઈજા

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુણધાના બે પિતરાઈ ભાઈઓ વડોદરા મજૂરી જતાં અકસ્માત

મુણધાના બે પિતરાઈ ભાઈઓ બાઈક પર વડોદરા મજૂરી કામે જઈ રહ્યા હતા. તે દરમિયાન લીમખેડા નજીક પ્રતાપપુરામાં એક ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લઈ અકસ્માત કરતા બાઈક સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું. મુણધાના મિનેશ કડવાભાઈ સંગાડા તથા કુટુંબી ભત્રીજો દિલીપ મીઠાભાઇ સંગાડા બાઈક પર કડિયા કારીગરનું કામ કરવા માટે વડોદરા જતા હતા.

તે દરમિયાન લીમખેડા નજીક હાઇવે ઉપરના પ્રતાપપુરામાં જીજે 20 T 3794 નંબરની ટ્રકના ચાલકે ગફલતભરી રીતે હંકારી જઈ મીનેશભાઈ સંગાડાની બાઇકને અડફેટમાં લઈ અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાની ટ્રક ઘટનાસ્થળે છોડી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં મિનેશ સંગાડાને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથેના દિલીપભાઈ સંગાડાને ગંભીર ઇજાઓ થતાં દાહોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. બનાવ સંદર્ભે મૃતકના ભાઈ રાજેશ સંગાડાએ ટ્રક ચાલક વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...