તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ઝાલોદ જિલ્લા - તાલુકા પંચાયત માટે 140 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

ઝાલોદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ગામડી સીટ પરથી તા. ભાજપ પ્રમુખના પત્ની ચૂંટણી મેદાને
 • વગેલા જિ.પં.માં નિવૃત્ત આઇપીએસની પુત્રી ચૂંટણી લડશે

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં જિલ્લા પંચાયતની 9 અને તાલુકા પંચાયતની 38 બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જેમાં ફોર્મ પરત ખેંચવાના મંગળવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. જેમાં ઝાલોદ તાલુકામાં જિલ્લા પંચાયતની નવ બેઠકો માટે 32 ઉમેદવારો અને તાલુકા પંચાયતની 38 બેઠકો માટે 108 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળ્યા હતા. વગેલા જિલ્લા પંચાયતમાંથી આ વખતે ભાજપમાંથી બી.ડી વાઘેલાની જગ્યાએ તેમની પુત્રી ચૂંટણી લડશે. ગત ચૂંટણીમાં તાલુકાની ગામડી જિલ્લા સીટ હોટ ફેવરિટ રહી હતી.

આ સીટ પરથી હાલ ધારાસભ્ય ભાવેશ કટારા જિલ્લા સભ્ય બન્યા હતા. આ વખતે આ સીટ પરથી ભાજપે તાલુકા પ્રમુખ મુકેશ ડામોરની પત્નીને ટિકિટ આપી છે. જેની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવાર અને ખરસાણા ગામના સરપંચ શંકર કમોળ સાથે જોવા મળશે. ભાવેશ કટારા કોંગ્રેસમા ગયા બાદ પણ તેઓએ ગામડી સીટ પરથી રાજીનામુ આપ્યું ન હતું. કોંગ્રેસના ધારાસભ્ય સાથે તેઓ ભાજપના જિલ્લા સભ્ય પદે ચાલુ જ રહ્યા હતા. આ વખતે આ સીટ કોના કબ્જામાં જાય તે જોવું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો