કોર્ટનો આદેશ:ઝાલોદ કોર્ટે મારામારીમાં ત્રણ આરોપીને છ માસની સજા ફટકારી

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાડી હટાવવા મુદ્દે ફરિયાદી સહિતના પર લોખંડની પાઈપથી હુમલો કર્યો હતો
  • 5 વર્ષ પહેલાના બનાવમાં કોર્ટે 6 માસની સજા તથા 500નો દંડ ફટકાર્યો

લીમડી ગામે 2017માં રસ્તામાં ગાડી ઉભી રાખેલ હોઈ જે હટાવવા બાબતે બોલાચાલી તથા ઝઘડો થતા લોખંડની પાઈપ તથા માર મારવાની ફરિયાદ ત્રણ ઈસમો વિરુદ્ધ લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ કેસ ઝાલોદ કોર્ટમાં ચાલી જતા નામદાર એડી.ચીફ જયુડી.મેજી. કે.સી.જોષીની કોર્ટમાં ચાલતા ત્રણેને 6 માસની સજા અને 500 રોકડનો દંડ ફટકાર્યો હતો.

લીમડી ગામે ચાકલીયા રોડ પી.ડબલ્યુ.ડીની ઓફીસ સામે ફરીયાદી તથા તેમની બહેન અને તેમની માતા દિવાળીનો સરસામાન લેવા માટે ગયા હતા. તે સમયે આરોપીઓની ટાટા મેજીક ગાડી રસ્તામાં ઉભી રાખેલ હોઈ ફરિયાદીએ મુંડાહેડા ગામના આરોપીઓ અનિલભાઈ મડીયાભાઈ મુનિયા , રવિકાન્ત ઉર્ફે લાલા સતીષભાઈ વહોનિયા , અમરસિંગ શંકરભાઈ મુનિયાનાઓને ગાડી સાઈડ પર લેવા કહેતા આરોપીઓએ ફરીયાદીને લોખંડની પાઈપ ફટકારી તથા ફરિયાદીની બહેન, માતાને ગદ્દાપાટુનો માર મારી મા-બેન સામની ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ હતી.

કેસ ઝાલોદ કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકીલની દલીલોના આધારે ત્રણેય આરોપીઓને સજાને પાત્ર ગુનામાં તક્સીરવાન ઠરતાં એડી.ચીફ જયુડી.મેજી. કે.સી.જોષીએ ત્રણેય આરોપીઓને છ માસની કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રોકડ રૂ.500નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...