તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટ દ્વારા હુકમ:ઝાલોદ કોર્ટે 10 લાખના ચેક બાઉન્સ કેસમાં છ વર્ષે એક વર્ષની સજા ફટકારી

ઝાલોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ફરિયાદીને 5-5 લાખના ચેક આપ્યા હતા
  • એક માસમાં વ્યાજ સાથે ચૂકવવા આદેશ

ઝાલોદ તાલુકાના લીમડી નગરના કારઠ ખાતે રહેતા સંદીપકુમાર હીરાલાલ શ્રીમારે ફરિયાદી અતુલકુમાર બમ્બ અને અરવિંદભાઈ બમ્બને પાંચ-પાંચ લાખના ચેક આપ્યા હતા. પરંતુ આ ચેક બેન્કમાં નાખતા બાઉન્સ થયા હતા. આથી બંને ફરિયાદીઓ દ્વારા ઝાલોદ કોર્ટેમાં 13 નવેમ્બર 2014ના રોજ વકીલ પી.એલ. મોરી દ્વારા નેગોશિએબેલ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેમાં આ કેસ કોર્ટમાં ચાલી જતાં ઝાલોદ કોર્ટના એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ કે.સી.જોશી દ્વારા 1973ની કલમ 255-2ની જોગવાઈ અન્વયે આરોપીને તક્સીરવાન ઠેરવતાં રૂપિયા 10 લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને 1 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમજ ફરિયાદીને એક માસમાં વ્યાજ સહિતની રકમ ચૂકવવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. કોર્ટે છ વર્ષ બાદ ચેક બાઉન્સ પ્રકરણમાં આરોપીને સજા ફટકારતાં પંથકમાં ચકચાર મચેલી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો