નવા નીરની આવક:ઝાલોદ માછણ નાળા ડેમ ઓવર- ફ્લો થવામાં 14 સેન્ટિમીટર જ બાકી

ઝાલોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક
  • અત્યાર સુધીમાં ડેમ પર 485 મિમી વરસાદ નોંધાયો હતો

ઝાલોદ તાલુકાનો બારેમાસ જીવાદોરી સમાન ગણાતો માછણડેમ હજુ ઓવરફ્લો થવામાં 14 સેન્ટિમીટર બાકી છે. માછણડેમની ભયજનક સપાટી 281.33 અને ઓવરફ્લો સપાટી 277.64 છે. ત્યારે હાલમાં ડેમની સપાટી 274.50 નોંધાઈ છે. આ વર્ષે ચોમાસુ મોડુ બેસતા અનેક સમસ્યાઓ સર્જાઈ હતી.તેમજ તાલુકામાં વરસાદ ખેંચતા ખેડૂતોમાં ચિંતાનું કારણ જોવા મળ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હાલમાં વરસાદે વિરામ લેતા લોકો ડેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમના પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. પરંતુ હજુ સુધી માછણ ડેમ ઓવર્ફ્લો થયો નથી. ડેમ ખાતે ચોમાસાનો કુલ અત્યાર સુધીનો 485 મિ.મી. વરસાદ નોંધાયો છે. 98 ટકા ડેમ ભરાઈ ગયો છે. ત્યારે ટૂંક સમયમાં જ ઓવરફ્લો થશે. હાલ ચોમાસામાં લોકો માછણનાળા ડેમ ખાતે મનોરંજન માટે ઉમટી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...