ભાસ્કર વિશેષ:ઝાલોદ ડેપોએ નવેમ્બરમાં રૂ 19.51 લાખની આવક મેળવી

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ એસટી ડેપોએ સમગ્ર વિભાગમાં 19.51 લાખની આવક સાથે ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું હતું. - Divya Bhaskar
ઝાલોદ એસટી ડેપોએ સમગ્ર વિભાગમાં 19.51 લાખની આવક સાથે ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું હતું.
  • 24 કલાક ધમધમતા ડેપો ખાતે રોજના ત્રણથી ચાર હજાર મુસાફરોની અવર-જવર થાય છે
  • નફાની દ્રષ્ટિએ ત્રીજા નંબરે : સમગ્ર એસટી વિભાગમાં ઝાલોદ ડેપો આવકની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છેવાડે આવેલો ઝાલોદ ડેપો સમગ્ર એસટી વિભાગમાં આવકની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. 24 કલાક ધમધમતા બસ સ્ટેશનમાં રોજના ત્રણથી ચાર હાજર મુસાફરોની અવર-જવર નોંધાઈ છે.

ડેપોમાં મુસાફરોને કોઈ અગવડતા ના પડે તે માટે મેજેનર રાજુભાઈ વસૈયા દ્વારા ગ્રામીણ સહિત મહાનગરોમાં 60 ઉપરાંત જેટલા રૂટો ગોઠવીને બસો દોડાવવામાં આવી રહી છે. સામાન્ય દિવસોમાં ડેપોની આવક 7 લાખની આસપાસ રહે છે.

ત્યારે હાલમાં નવેમ્બર માસમાં ડેપોએ બમ્પર આવક કરી હતી. જેમાં ઝાલોદ ડેપોની આવક 19.51 લાખ નોંધાઈ હતી. તેમજ એસટી વિભાગ આખામાં 19.51 લાખની આવક સાથે ડેપોએ નફાની દ્રષ્ટિએ ત્રીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ડેપોની આવકમાં એકાએક વધારો નોંધાતા ડેપો મેનેજર દ્વારા ડ્રાઈવરો અને કન્ડકટરો સહિતના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...