કાર્યવાહી:કારમાંથી 70,780ના દારૂ સાથે રાજસ્થાનના 2 ખેપિયા ઝડપાયા

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2,70,780નો મુદ્દામાલ જપ્ત, 3 વિરુદ્ધ ગુનો નોંધાયો

ધાવડીયા ચેક પોસ્ટ ઉપરથી કારમાં હેરાફેરી કરતાં દારૂ સાથે બાંસવાડાના બે ખેપિયાને પોલીસે ઝડપ્યા હતા. ગાડીમાંથી 70,780 રૂપિયાની દારૂ બિયરની નાની મોટી કુલ 155 બોટલો મળી આવી હતી. ઝાલોદ પીએસઆઇ એસ એન બારિયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાંસવાડાથી મોનાડુંગરના રસ્તે થઇ કારમાં બે શખ્સો દારૂ ભરી ધાવડીયા ચેક પોસ્ટ રસ્તે થઇ ઝાલોદ તરફ આવનારની બાતમી મળી હતી. જેના આધારે વોચમાં હતા.

ત્યારે મોનાડુંગર તરફથી કાર આવતા રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ગાડી ઉભી નહી રાખી અને ભાગવા જતાં પોલીસે કોર્ડન કરી પકડી પાડી હતી. ગાડીમાં સવાર ડ્રાઇવર બાંસવાડાનો પ્રકાશ રેબારી તથા હિમાંશુ પંડ્યાને નીચે ઉતારી તલાસી લેતાં દારૂ તથા બિયરની કુલ 155 બોટલ જેની કિંમત રૂપિયા 70,780ની મળી હતી. કુલ 2,70,780નો મુદ્દામાલ કબ્જે કરી ઝાલોદ પોલીસે દારૂનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...