ઝાલોદ તાલુકાના કલજીની સરસવણી ગામમાં આદિવાસી પરિવારના સ્થાપના કર્યાને સાત વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભગરૂપે આદિવાસી સાંસ્કૃતિક મહા સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંમેલનમા ચાર રાજ્યોમાંથી મોટી સંખ્યા આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. સાથે તજજ્ઞો દ્વારા ઉપસ્થિત જનમેદનીને આદિવાસી સમાજના હક અધિકાર તેમજ જળ, જંગલ અને જમીન સહિત આદિવાસીઓના વસવાટનો ઈતિહાસ સહિતનું માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે આદિવાસી સમાજના મુખ્ય વ્યક્તા એવા ભવરલાલ પરમારે સંમેલનને સંબોધન કર્યું હતું. જેમાં કહ્યું હતું કે, આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક તેમજ પ્રકૃતિની જાળવણી સાથે સંકળાયેલી સંસ્કૃતિને વરેલો છે. આદિવાસી (ભીલ) સમુદાય ભારત ભૂમિનો મૂળ નિવાસી છે. આદિવાસી સમાજના યુવાધનને શિક્ષા તરફ વળે તે માટેના પ્રયાસ કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમજ આઝાદી બાદથી આ જ સુધી દેશમાં ચાલતી સરકારોએ આદિવાસી સમાજને ખતમ કરવાના પ્રયાસો કર્યા છે.
આદિવાસી સમાજને તોડવા માટે અનેક ષડયંત્રો ચાલી રહ્યા છે. સમાજે આ દિશામાં મંથન કરી આદિવાસી સંસ્કૃતિ અને પ્રકૃતિને બચાવવા માટે એક થઈને લડવા માટે હાંકલ કરી હતી. રાજ્યોના રાજકીય આગેવાનો અને રાજસ્થાનના ધારાસભ્ય રાજકુમાર રોત ,બી. ડી. વાઘેલા,પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.