ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ આરૂઢ થયા બાદ ભાજપામાં મોટેપાયે ફેરફારો કરાયા હતા. તેમજ પરિવારમાંથી એક જ વ્યક્તિને હોદ્દોનો નિયમ ઘડાયો હતો. ભાજપ દ્વારા 2022ની વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ કરી હતી. ગુજરાતમાં 182માંથી ભાજપની સૌથી વધુ બેઠકો લાવવા માટે જિલ્લા-તાલુકા અને શહેરના હોદેદ્દારો બદલવામાં આવી રહ્યા છે. ત્યારે ઝાલોદમાં શહેર ભાજપના મંડળની વરણી કરવામાં કયાંક કોકડું ગૂંચવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જિલ્લા ભાજપ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી બેઠકો કરી રહ્યું છે. પરંતુ વરણી પ્રક્રિયાને આખરી ઓપ અપાયો નથી. હાલમાં ઝાલોદ શહેર મંડળની ટીમ યથાવત રહેશે કે બદલાશે તેના નિર્ણયની સૌ કાર્યકર્તાઓ રાહ જોઈને બેઠા છે. ઘણા સમયથી શહેર ભાજપની વિવિધ હોદ્દેદારોની વરણીનું શુભમુહૂર્ત આવતું ન હોવાથી નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. શહેર લઘુમતીની નવી ટીમની પણ નિમણૂક કરવામાં ન આવતા નગરમાં વિવિધ હોદ્દારોની વરણીને લઈને રાજકીય ક્ષેત્રે ખેંચતાણ જોવા મળી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.