ઝાલોદ નગરના નવાધરા ફળિયામાં આવેલી ફાયનાન્સ કંપનીની ઓફિસના તાળા તોડીને તસ્કરો તીજોરીમાંથી કલેક્શનના 89950 રૂપિયાની ચોરી કરી જતાં ખળભળાટ મચી ગયો હતો. ઝાલોદના નવાધરા ફળિયામાં દીનેશભાઇ ભુનાતરના મકાનમાં ભાડેથી સ્પંદનના સ્ફુર્તિ ફાયનાન્સ કંપની બ્રાન્ચ 19 મહિના પહેલાં શરૂ કરાઇ હતી. ઓફિસમાં પંચમહાલના ખોજલવાસા ગામના વતની મેનેજર મહેશુકમાર વણઝારા સહિત 8 કર્મચારીઓ ફરજ બજાવે છે.
19મી નવેમ્બરની સાંજે ઓફિસ બંધ થયા બાદ રાતના સમયે તસ્કરોએ ઓફિસનું તાળુ તોડીને પ્રવેશ કર્યો હતો. તમામ સામાન વેરવિખેર કરીને લોખંડના નાના લોકરને પણ તોડીને તેમાં મુકી રાખે 17 નવેમ્બરના કલેક્શનના 38470,18 નવેમ્બરના 40220 અને 19 નવેમ્બરના 11060 રૂપિયા મળીને કુલ 89750 રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં. 20મી નવેમ્બરે મકાન માલિકે તૂટેલા તાળા જોઇને મેનેજર મહેશુકમારને જાણ કરવામાં આવી હતી.
તપાસ બાદ ઓફિસમાંથી રોકડા રૂપિયાની ચોરી થઇ હોવાનું સામે આવ્યુ હતું. શોધખોળ બાદ પણ તસ્કરોનો કોઇ પત્તો મળ્યો ન હતો. આ અંગે મહેશકુમારની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.