તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇમ્પેક્ટ:ઝાલોદમાં નગર પાલિકા દ્વારા કોળીવાડા ઘાટીનો રસ્તો રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાલોદમાં તંત્ર દ્વારા કોળીવાડા ઘાટીનો રસ્તો રેપર કરવાની કામગીરી શરુ કરી હતી. - Divya Bhaskar
ઝાલોદમાં તંત્ર દ્વારા કોળીવાડા ઘાટીનો રસ્તો રેપર કરવાની કામગીરી શરુ કરી હતી.
  • ભૂગર્ભ ગટર અને કેબલો નાખવા માટે રસ્તો તોડવામાં આવ્યો હતો

ઝાલોદમાં ભૂગર્ભ ગટર અને સીસીટીવીના કેબલો નાખવાના કારણે ઠેક-ઠેકાણે રસ્તાઓ તોડ્યા હતા. પરંતુ કામગીરી બાદ પણ જવાબદાર વિભાગ દ્વારા રસ્તો સરખો ન કરતા નગરજનોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.નગરના કોળીવાડા ઘાટીનો રસ્તો આખો એક બાજુથી તોડ્યા બાદ રેપર ન કરતા ચાલકો તથા રાહદારીઓ પરેશાન થયા હતા.

રજુઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.જેથી આ મામલે દિવ્ય ભાસ્કર દૈનિકમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા શુક્રવારના દિવસે તંત્ર દ્વારા કોળીવાડા ઘાટીનો રસ્તો રિપેર કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી શરુ કરવામાં આવતા રાહદારીઓમાં રાહત સાથે ખુશીની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...