તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પેટલાદના તત્કાલીન સીઓ હિરલ ઠાકરને સસ્પેન્ડ કરાતા ખળભળાટ

ઝાલોદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પેટલાદ ખાતે આગવી ઓળખ યોજનામાં ગેરરીતિ મામલે ફરિયાદ કરાઈ હતી

આણંદ જિલ્લામાં પેટલાદ, કરમસદ અને આણંદ પાલિકા ચીફ ઓફિસર રહી ચુકેલા હિરલબેન ઠાકર હાલ ઝાલોદ નગર પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડની કરવામાં આવતા નગરમાં ભારે ખળભળાટ મચ્યો હતો.

ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પેટલાદ નગર પાલિકામાં ૧૯ માર્ચ ૨૦૧૮ થી ૨૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધી ફરજ બજાવતા હતા.પેટલાદ નગર પાલિકામાં ફરજ દરમિયાન સ્વર્ણિમ જ્યંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત “આગવી ઓળખ” યોજના હેઠળ નવીન ટાઉનહોલ બનાવવાની કામગીરી કરી હતી. જેમાં આ ટાઉનહોલ બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ થતાં તેઓની તાત્કાલિક અસરથી ઝાલોદ પાલિકામાં સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

પેટલાદ પાલિકાના ટાઉનહોલ બનાવવાની આ કામગીરીમાં ગેરરીતિ બાબતે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ હોવાથી ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી હતી. આ તપાસ ચાલતી હોય તેવા સમયે ચીફ ઓફિસરને સક્રિય સેવામાં રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોવાથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્શન અધિકારી યોગીના જે.પટેલે લેખિત હુકમ દ્વારા તાત્કાલિક અસરથી ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને સસ્પેન્ડ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો