સુવિધા:ઝાલોદના ગ્રામીણ વિસ્તારોને પાણીના કકળાટમાંથી હવે કાયમી મુક્તિ મળશે

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના તમામ ગામડાઓમાં ઘર આંગણે શુદ્ધ પીવાનું પાણી મળશે
  • નલ સે જળ યોજનાનું ​​​​​​​જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

દાહોદ જિલ્લામાં દર ઉનાળે પીવાના પાણીના નામનો કાળો કકળાટ જોવા મળતો હોય છે.જેમ ખાસ કરીને ઝાલોદ તાલુકામાં સરહદી ગામોમાં મહિલાઓને 3 થી 4 કિલોમીટર ચાલીને પાણી લાવવાનો વારો આવે છે. જમીનમાં પાણીના સ્તર ઊંડે જતા રહેતા હોવાથી કાયમની પાણી પારાયણ ઉભી થતી હોય છે. જેથી સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં એક અબજથી પણ વધારે રકમ ફાળવીને ગ્રામીણ વિસ્તારોમાં નલ સે જળ યોજના હેઠળ દરેક લોકોને ઘર આંગણે પાણી પહોંચાડવામાં આવશે.

જે અંતર્ગત સર્વેની કામગીરી શરુ કરાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાએ નલ સે જળ યોજનાનું ખાતમુહૂર્ત કરીને આ યોજનને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું.કે, જિલ્લાના તમામ ગામડાઓના લોકોને વર્ષોથી પડતી પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે. તેમજ લોકોને પોતાના ઘર આંગણે જ શુદ્ધ પીવાનું પાણી મળી જશે. સાથે આ યોજનાને ઝડપી પુરી કરવા માટે જે તે વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને તાકીદ કરી હતી. ખાસ કરીને આ યોજનાના કારણે ઝાલોદ તાલુકાના સરહદી ગામોના લોકોને બારેમાસ પાણીનો લાભ મળશે. સાથે વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...