તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારાવાર હાલાકી:ઝાલોદ નેશનલ બાયપાસ હાઈવેનો રસ્તો ઉભડ-ખાબડ બન્યો

ઝાલોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકામાંથી પસાર થતા બાયપાસ હાઇવેનો રસ્તો આખો  ઉબડ-ખાબડ બનતા વાહનચાલકોને હાલાકી. - Divya Bhaskar
ઝાલોદ તાલુકામાંથી પસાર થતા બાયપાસ હાઇવેનો રસ્તો આખો  ઉબડ-ખાબડ બનતા વાહનચાલકોને હાલાકી.
  • પસાર થતા હજારો વાહન ચાલકોને પારાવાર હાલાકી : ચોમાસા પહેલા રસ્તાની મરામત કરવી જરૂરી બની
  • નેશનલ હાઇવે બન્યો ત્યારથી અત્યાર સુધીમાં 45 ઉપરાંત લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે

1દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા માંથી પસાર થતો નેશનલ બાયપાસ હાઇવેનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી તૂટવા માંડ્યો છે.કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો હાઈવેનો રસ્તો ઠેક ઠેકાણેથી બિસ્માર બનતા હજારો ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.જવાબદાર તંત્રની ઢીલી નીતિના કારણે હદ તો ત્યાં થઇ ગઈ હતી કે, ટોલનાકા લીમડી મંદિર નજીક જ આખો રસ્તો તૂટેલો હોવા છતાં કોઈ મરામત કરવામાં આવતી નથી. તાજેતરમાં ઝાલોદથી લઈને છેક લીમડી પાસેના હાઈવેનો રસ્તો અસમતોલ બની જતા મોટા વાહન ચાલકોને હેરાન થવું પડી રહ્યું છે.

હાલમાં ચોમાસુ નજીક છે.ત્યારે નેશનલ હાઇવે વિભાગ દ્વારા નાના-મોટા ખાડાઓની દુરસ્તીકરણ કરવામાં ન આવતા વરસાદના સમયે અકસ્માત થવાનો ભય સેવાતો જોવા મળી રહ્યો છે.રસ્તા પર ખાડાઓ ટાળવા જતા નાના-મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે.નેશનલ હાઇવે બન્યો ત્યારથી અત્યાર સુધીમાં 45 ઉપરાંત લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી બેઠા છે.ત્યાર બાદ પણ નેશનલ હાઇવે એક્શનમાં આવીને અકસ્માતની ઘટના રોકવા માટેના તાત્કાલિક પગલાં લેવાતા ન હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...