પારાવાર હાલાકી:ઝાલોદ બાયપાસ હાઈવેનો રસ્તો ઉબડ-ખાબડ બન્યો, ચોમાસા પહેલા રસ્તાની મરામત થાય તે જરૂરી

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકા માંથી પસાર થતા બાયપાસ હાઇવેનોભંગાર રસ્તો તસવીરમાં દેખાય છે. - Divya Bhaskar
ઝાલોદ તાલુકા માંથી પસાર થતા બાયપાસ હાઇવેનોભંગાર રસ્તો તસવીરમાં દેખાય છે.
  • રોજના હજારો વાહન ચાલકોને પારાવાર હાલાકી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતો નેશનલ બાયપાસ હાઇવેનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી તૂટવા માંડ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો હાઈવેનો રસ્તો ઠેક ઠેકાણેથી બિસ્માર બનતા હજારો ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

જવાબદાર તંત્રની ઢીલી નીતિના કારણે હદ તો ત્યાં થઇ ગઈ હતી કે, અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ મરામત કરવામાં આવતી નથી. તાજેતરમાં ઝાલોદથી લઈને છેક લીમડી પાસેના હાઈવેનો રસ્તો અસમતોલ બની જતા મોટા વાહન ચાલકોને હેરાન થવું પડી રહ્યું છે.

હાલમાં ચોમાસુ નજીક છે.ત્યારે નેશનલ હાઇવે વિભાગ દ્વારા નાના-મોટા ખાડાઓની દુરસ્તીકરણ કરવામાં ન આવતા વરસાદના સમયે અકસ્માત થવાનો ભય સેવાતો જોવા મળી રહ્યો છે. રસ્તા પર ખાડાઓ ટાળવા જતા નાના-મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે.નેશનલ હાઇવે બન્યો ત્યારથી અત્યાર સુધીમાં 45 ઉપરાંત લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી બેઠા છે. ત્યાર બાદ પણ નેશનલ હાઇવે એક્શનમાં આવીને અકસ્માતની ઘટના રોકવા માટેના તાત્કાલિક પગલાં લેવાતા ન હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...