અધિકારીઓમાં દોડધામ:મંત્રી સંબોધન માટે ઉઠ્યાં અને લાઇટો ડૂલ, 15 મિનિટ બેસી રહ્યાં

ઝાલોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરાયુ હતું. - Divya Bhaskar
ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરાયુ હતું.
  • 15 મિનિટ વીજળી ડૂલ થવાથી અધિકારીઓમાં દોડધામ મચી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરાચલથી દેશભરમાં પીએમ કેર્સ ફંડમાંથી નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ નિમિત્તે ઝાલોદની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતેનાં નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું પણ તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરી હાજર રહી પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

જોકે, કાર્યક્રમ વખતે જ વીજળી ડુલ થતાં સંબોધન માટે ઉભા થયેલા મંત્રીને 15 મીનીટ રાહ જોવી પડી હતી. આ ઘટનાને લઈને અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. શોર્ટસર્ટિટ થવાના કારણે કાર્યક્રમ દરમિયાન ત્રણવાર લાઈટ ગઈ હતી. લાઇટ આવતાં જીતુ ચૌધરીએ ઉપસ્થિતોને જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશનાં 736 જિલ્લાઓનાં 1100 સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં પણ 18 સ્થળોએ લોકાર્પણ થઇ રહ્યું છે.

પ્લાન્ટની શું વિશેષતા છે
2.94 લાખના ખર્ચે નવનિર્મિત ઝાલોદ ખાતેના આ ઓક્સિજન પ્લાન્ટ 250 લીટર પ્રતિ મિનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જે 2.94 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અહીંના 27 જેટલા બેડને તેનાથી ઓક્સિજન સપ્લાય મળશે. આ ઓક્સિજન પ્લાન્ટ સીધો જ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીને ઉત્પાદન કરે છે.

અન્ય સમાચારો પણ છે...