તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

TDOનો આદેશ:ઝાલોદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અધિકારીઓ ગેરહાજર રહેતા તોફાની બની

ઝાલોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MGVCL , પાણી પુરવઠા, નરેગા યોજનાના ઈજનેર ગેરહાજર
  • ત્રણે અધિકારીને નોટિસ પાઠવી ખુલાસો માંગવા TDOએ આદેશ કર્યો

ઝાલોદ તા. પંચાયતના સભાખંડમાં બુધવારે તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ભાભોરની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજી હતી. જેમાં આ સામાન્ય સભામાં MGVCL, પાણી પુરવઠા અને નરેગા યોજના ઈજનેર ગેરહાજર રહેતા સભા તોફાની બની હતી. આ ત્રણે શાખાના અધિકારીઓ સામે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અનિતાબેન મછાર સહીત સભ્યોએ રજુઆત સાથે ભારે રોષ ઠાલવ્યો હતો.

કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. જેથી યોજના સહ તાલુકા વિકાસ અધિકારી ડી.એન પટેલે નોટિસ પાઠવીને ગેરહાજર અધિકારીઓ પાસે લેખિત ખુલાસો માંગવા માટે આદેશ કરાયો હતો. સામાન્ય સભામાં સારમારીયા, ગુલતોરા, આંબા અને થેરકા ગ્રામ પંચાયતોનો વિભાજન અંગે ઠરાવ પસાર કરાયો હતો.

રૂખડી, કચુંબર પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ તોડવાની મજૂરી સામે નવા ઓરડાઓ બનાવવાની મજૂરી ન હોવાને લઇ ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે સ્થાનિક સભ્યો દ્વારા રજુઆત કરાઈ હતી.તાલુકા પંચાયત બિલ્ડિંગના બાંધકામની બચેલી ગ્રાંટમાંથી પાર્કિંગ શેડ, સરકારી વાહન પાર્કિગ અને નવા રેકર્ડ રૂમ બનાવવા માટે સર્વાનુમતે ઠરાવ પાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...