તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા બેઠક:અનાજ ફાળવવા મુદ્દે પૂર્વ ધારાસભ્યે પુરવઠા અધિકારીને ખખડાવ્યા

ઝાલોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાલોદની સમીક્ષા બેઠક યોજાઇ હતી
  • 149 કેન્દ્રોને 2 માસથી અનાજ અપાયું નથી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં 258 પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન કેન્દ્રો ચાલે છે. કોરોના કાળમાં શાળાઓ બંધ થઇ જતા સરકાર દ્વારા અનાજમાં ગરીબ બાળકોને ઘરે જમવા માટે ઘઉં-ચોખા આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે તાલુકાના 258 કેન્દ્રોમાંથી 149 કેન્દ્રો ભૂલકાઓને છેલ્લા બે માસથી અનાજનો જથ્થો આપવામાં આવ્યો ન હતો.

તેમજ દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ જ હાલત હોવાને લઈને ઝાલોદની સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં જ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ જિલ્લા પુરવઠા અધિકારીનો ઉધડો લીધો હતો.તાત્કાલિક મધ્યાન કેન્દ્રોના બાળકોને જથ્થો ફાળવવા માટે તાકીદ કરી હતી. સાથે ટ્રાઇબલ જિલ્લામાં ખાંડ અપાતી નથી.

જેથી ખાંડ ફાળવવા મુદ્દે પણ પૂર્વ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મધ્યાન ભોજન કેન્દ્રોના સંચાલકો હાલમાં બાળકોને આપવાનો જથ્થો લેવામાં માટે દોડધામ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...