ધરપકડ:કારમાં દારૂ લઇને આવતાં ચાલકની ધરપકડ કરાઇ

ઝાલોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવાધરાના યુવક સામે ગુનો દાખલ

ઝાલોદ મુવાડા સંતરામપુર રોડ ઉપર સરકારી રેસ્ટ હાઉસ પાસેથી રાજસ્થાનથી કારમાં દારૂનો જથ્થો લઇને આવતાં નવાધારા ગામના ચાલકની ધરપકડ કરી હતી. ઝાલોદ તાલુકાના ગામડી રોડ નવાધરા ગામનો મયંક કનુ અડ પોતાની જીજે-6-એએચ-350 નંબરની કારમાં ખાટવાડા ગામના શની શાન્તીલાલ અડએ મંગાવેલો દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવી રહ્યો હોવાની બાતમી ઝાલોદ પોલીસને મળી હતી. જેના આધારે ઝાલોદ મુવાડા સંતરામપુર રોડ ઉપર સરકારી રેસ્ટ હાઉસ પાસે વોચમા ઉભા હતા.

તે દરમિયાન બાતમી વાળી મારૂતી ફંટી કાર આવતાં તેને રોકી ચાલક મંયક અડને નીચે ઉતારી ગાડીમાં તલાસી લેતાં ઇંગ્લીશ દારૂની રીયો વ્હીસીકની 7 પેટી જેમાં 336 નંગ બોટલ જેની કિંમત 28,560 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો તથા 50,000ની ગાડી મળી કુલ 78,560 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ચાલક સામે ઝાલોદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...