ચૂંટણીની મુદત પૂર્ણ:ઝાલોદની 26 ગ્રામ પંચાયતને હવે તલાટી કમ મંત્રી ચલાવશે

ઝાલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 વિભાજન - 11 ચૂંટણીની મુદત પૂર્ણ થતાં પગલું
  • સૌ પ્રથમવાર વહીવટ તલાટીના હાથમાં આવ્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ગ્રામ પંચાયત 26 ગ્રામ પંચાયતોમાં જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતી. તાલુકામાં હાલમાં 105 ગ્રામ પંચાયત કાર્યરત છે. જેમાં 11 ગ્રામ પંચાયતોની ચૂંટણી મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી યોજવામાં આવી ન હતી. જેથી સરપંચોને પંચાયતના વહીવટમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.અને તલાટી કમમંત્રીઓને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. સાથે વિભાજનવાળી 15 ગ્રામ પંચાયતોમાં પણ વહીવટદારને સમગ્ર વહીવટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

ગ્રામ પંચાયતના કામોમાં વિલંબ ન થઇ તે માટે ચૂંટણી ન યોજાઈ ત્યાં સુધી પંચાયતોમાં તલાટી કમ મંત્રીને વહીવટદાર તરીકે નિમાયા હતા. હાલમાં તાલુકા પંચાયતમાં પણ કાયમી ટીડીઓ ન મુકાતા અનેક કામો અટવાઈ ગયા છે. ત્યારે ગ્રામ પંચાયતની જેમ જિલ્લા કક્ષાએથી કાયમી ટીડીઓને ચાર્જ આપવામાં કાર્યવાહી કરાય તેવી લોકમાંગ જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...